Laptop Sahay Yojana: વિધાર્થીઓને લેપટોપ ખરીદવા 25,000ની સહાય
Laptop Sahay Yojana: મિત્રો આજે આપણે અહીં લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને આ યોજનાની ખાસ વિશેષતાઓ શું છે તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું. લેપટોપ સહાય યોજના નું મુખ્ય ધ્યેય શ્રમયોગીના બાળકોને લેપટોપ અને કોમ્પ્યુટર પ્રાપ્ત કરાવાનો છે.
જો તમે ₹50,000 સુધીનો લેપટોપ ખરીદવા માંગો છો, તો તમને સરકાર તરફથી 50% સહાય આપવામાં આવશે અને રકમના 50 ટકા પૈસા તમારે ચૂકવવાના રહેશે.
યોજનાનો હેતુ
શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે.
યોજનાનું નામ | લેપટોપ ખરીદ સહાય યોજના |
યોજના કોણે શરૂ કરી? | ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર |
યોજનાનાં લાભાર્થીઓ | શ્રમયોગીઓનાં બાળકોને |
યોજનાનો લાભો | લેપટોપની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ |
યોજનાની ઓફિસિયલ વેબસાઈટ | https://sanman.gujarat.gov.in |
શરતો :
- ધો – ૧૨ બોર્ડની પરીક્ષામા ઉતીર્ણ થયેલ અને ઓલ ઓવર ૭૦ કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ.
- પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને લેપટોપની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.
- જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- લેપટોપ વિધાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ.
- જે વિધ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
- જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એજ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા ૬ (છ) માસમાં અરજી કરવાની રહશે.
ઓનલાઇન અરજી કેેવી રીતે કરવી?
- મિત્રો સૌ પ્રથમ તમારે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની ઓફિસિયલ વેબસાઈટ https://sanman.gujarat.gov.in/Home પર જવું પડશે.
- ત્યારબાદ હોમપેજ પર તમને નાગરિક લોગિનનું બોકસ જોવા મળશે.
- તે બોકસમાં લોગિન બટનની નીચે તમને નવા યુઝર?કૃપા કરીને અહીં નોંધણી કરો ની લિંક જોવા મળશે તેના ૫ર ક્લિક કરી નોંઘણી કરવાની રહેશે.
- ત્યારબાદ લોગિન બોકસમાં તમારા યુઝરનેમ અને ૫ાસવર્ડ દાખલ કરી ત્યાં જોવા મળતો કેપ્ચા કોડ ટાઇ૫ કરવાનો રહેશે.
- હવે તમારે લોગિન બટન ૫ર ક્લિક કરી લોગિન થઇ જવાનું રહેશે.
- લોગિન થયા બાદ તમને વિવિઘ યોજનાઓ જોવા મળશે જે પૈૈૈકી તમારે લે૫ટો૫ ખરીદ સહાય યોજના ૫ર ક્લિક કરી કરવાનું રહેશે.
- ત્યારબાદ જે ફોર્મ ખુલશે તેમાં સ્ટે૫ બાય સ્ટે૫ તમારી વિગતો દાખલ કરી છેલ્લે તમારું લેપટોપ ખરીદ સહાય યોજના નું અરજી ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.
- અને છેલ્લે ફોર્મ ને સબમીટ કર્યા બાદ તમારે તમારી અરજીની ડાઉનલોડ કરી દેવાની રહેશે.
બિડાણ :
- અરજી સંદર્ભે તમામ પુરાવા અપલોડ કરવામાં રહેશે.
- બોનાફાઇડ પ્રમાણપત્ર અહીં ક્લિક કરો.
Disclaimer :- અહી આ૫વામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. યોજનાનો લાભ લેતાં ૫હેલાં ઓફિસિયલ ૫રિ૫ત્રો, ઠરાવો, જોગવાઇઓ વિગેરે જોઇ લેવા તથા સબંઘિત કચેરીનો સં૫ર્ક કરવા વિનંતી.