હું કઈ રીતેવિધવા સહાય મેળવવા માટે મંજુરી મેળવી શકું?
નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ. ફીરુ. ૨૦/-પુરાવાઓની પ્રમાણિત નકલ
- અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
- સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
- આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ )
- વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
- અરજદારના પતિનો મરણનો દાખલો
- અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
- અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
- મૈયતના વારસદારોનું પેઢીનામું.
- ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
- પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
- ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
- અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે .